અમારા વિશે
દર્શન
ટી ડબલ્યુ આર360 ભાષા અને ઉપલબ્ધતાના બંધનોને તોડી નાંખે છે, જેથી તેનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ દૈનિક જીવનમાં ખ્રિસ્તમાં વૃદ્ધિ પામવા માટે ખ્રિસ્તી માધ્યમના સંસાધનોને પુષ્કળ પ્રમાણમાં વાંચી શકે, શીખી શકે અને ડાઉનલોડ કરી શકે.
કાર્યક્ષેત્ર
ઇસુ ખ્રિસ્તના મહાન આદેશને પહોંચી વળવાના મંડળીના કાર્યને ટેકો આપતા ટીડબલ્યુઆર360 તેનો ઉપયોગ કરનારના વેબસાઈટ અને મોબઈલ એપ્લીકેશન પર પ્રકાશ પાડે છે જેથી ટી ડબલ્યુ આર ની મીડિયા મિનિસ્ટ્રી નો વિસ્તાર થાય.
- કોઇપણ વ્યક્તિને, કોઇપણ સમયે અને કોઇપણ સ્થળે તેની પોતાની જ ભાષામાં કોમ્પ્યુટર અથવા સ્માર્ટફોનના માધ્યમ થકી ખ્રિસ્તી સંસાધનોનો ઉપયોગ કરવા સમર્થ બનાવે છે.
- ખ્રિસ્તી સંપર્ક મિત્રોને વિવિધ કામગીરી સાથે એક કરીને તેમના સાધનોના પ્રસાર મારફતે નાની-મોટી સેવાઓ માર્ગ પૂરો પાડવો.
- મુખ્ય સાઈટ તરીકે સેવા આપવી જ્યાં સમય અને સ્થળની મર્યાદા વગર રેડિયો પ્રસારણની સાથે ટી ડબલ્યુ આરના મોટા અને વૃદ્ધિ પામતા રેડિયો કાર્યક્રમના સુચીપત્રકને ઉપલબ્ધ બનાવવું.
ટીડબ્લ્યુઆર વિષે
દુનિયાની 230 કરતા વધારે ભાષાઓ અને બોલીઓમાં કાર્યક્રમો આપીને ઇસુ ખ્રિસ્તને માટે જગતને પહોંચવા માટે ટી ડબલ્યુ આર અસ્તિત્વ ધરાવે છે. અમારું "ગ્લોબલ મીડિયા આઉટરીચ" 160 દેશના અસંખ્ય લોકોને બાઈબલના સત્યો સાથે સાંકળે છે. છેલ્લા 60 વર્ષોથી ઈશ્વરે ટી ડબલ્યુ આર ને સમર્થ બનાવ્યું છે જેથી તે લોકોને શંકામાંથી નિર્ણય તરફ અને નિર્ણયમાંથી શિષ્યપણા તરફ દોરવા માટે મદદરૂપ બને.
આંતરરાષ્ટ્રીય ભાગીદારો,સ્થાનિક મંડળીઓ અને અન્ય સેવાઓ ની સાથે રહીને ટી ડબલ્યુ આર મુદ્દાસર કાર્યક્રમો,શિષ્યપણાના સંસાધનો અને સમર્પિત કાર્યકર્તાઓ પુરા પાડે છે જેથી વિશ્વભરમાં દરેક વ્યક્તિને અને સમાજને આશા પૂરી પાડી શકાય. એએમ, એફએમ મીડીયમવેવ કે શોર્ટવેવ જેવા શક્તિશાળી રેડિયો ના ઉપયોગથી ઈન્ટરનેટ ઉપભોક્તાઓને વિગતો પૂરી પાડીને અથવા શ્રોતામીત્રોની રૂબરૂ મુલાકાત કરીને ટી ડબલ્યુ આર હમેશા ટકનાર આત્મિક પગલાની છાપ મૂકી જાય છે.